તહેવારમાં રંગોળી અને દીવાનું મહત્વ,

દીવા અને રંગોળી વગર આ તહેવાર અધૂરો લાગે છે.

પાંચ દિવસના આ તહેવારમાં સવાર-સાંજે રંગોળી બનાવવામાં આવે છે,

દીવાળી પર ખાસ તો માટીના દીવા પ્રગટાવવાનું મહત્વ છે.

જ્યારે ભગવાન રામ લંકા પર વિજય પ્રાપ્ત કરી સીતા સાથે અયોધ્યા પાછા આવ્યા હતા

ત્યારે આખું શહેર દીવાથી ઝગમગી ઊઠ્યું હતું.

ભગવાન શ્રી રામના સ્વાગતમાં ચારેય તરફ પ્રકાશ જ પ્રકાશ હતો.

પ્રાચીન કાળથી જ શુભ કાર્ય પહેલા દીવા પ્રગટાવવાની પરંપરા ચાલી આવી છે.

કહેવામાં આવે છે કે રંગોળી ઉત્સાહનું પ્રતીક છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે.

`રંગોળી`નો અર્થ છે `રંગ` અને `અવલ્લી (પંક્તિ)`. દીવાળીમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિભિન્ન પ્રકારના રંગોનો ઉપયોગ કરીને રંગોળી પૂરવામાં આવે છે.

કહેવામાં આવે છે કે રંગોળી ઉત્સાહનું પ્રતીક છે

અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. માતા લક્ષ્મીજી ત્યાં વાસ કરે છે જ્યાં ઘરમાં સુખ-શાંતિ અને ઉત્સાહનો પ્રવાહ હોય.

દીવાળી પર કેમ પ્રગટાવવામાં આવે છે દીવા

માટીના દીવા પંચતત્વોને મિક્સ કરીને બનાવવામાં આવે છે જે ઘર અને આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

દીવાળીમાં માતા લક્ષ્મીની દરેક ઘરમાં પૂજા થાય છે

આથી આ દિવસે ઘરનો કોઈપણ ખૂણે અંધારામાં ન રાખવો જોઈએ,

અનેક લોકો દીવાળીની આખી રાત એક દીપક પ્રજ્વલિત કરી રાખે છે

જેથી માતા લક્ષ્મી સ્થિર થઈ જાય. કહેવામાં આવે છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.