ભગવાન પદ્મનાભ ના કારતક સુદ ચૌદસ થી કારતક વદ પાંચમ સુધી સાત મેળા રાતના સમયે શ્રી હરિ ની યાદ માં ભરાય છે
કારણ કે ભગવાનને ગોળ તલ માંથી બનાવેલ રેવડી ની પ્રસાદ ધરાવવામાં આવે છે
શિવજીના વંશજ માં માતાશ્રી લક્ષ્મીદેવી( લખમા) અને પિતાશ્રી કરણદેવ ને ત્યાં પદ્મનાભ ભગવાનનો જન્મ થયેલો
પ્રથમ જ્યોત ગણપતિની નીકળે છે તે જગ્યામાં જ વિરામ પામે છે.બીજી રવાડી જ્યોત શ્રી પદ્મનાભ ભગવાનની નીકળે છે તે નરસિંહજી મંદિરે આવે છે અને ત્યાં સભાના સ્વરૂપમાં વિરામ પામે છે
આ ચારેય વાડી જ્યોત ના દર્શન કરવા હરિભક્તો ઉમટી પડે છે અને આ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્ય બને છે
સમાજના નવપરણિત દંપત્તિઓ રાત્રિના સમયે પદ્મનાભ મંદિરથી ઘર સુધી સાત ફેરા ફરે છે
પાટણ માં આ મેળાનું વિશેષ મહેત્વ રહેલું છે
પદ્મનાભ ભગવાનની વાડીમાં ઉજવાતા સપ્તરાત્રી મેળામાં રવાડી પ્રગટાવવાનો મહિમા છે.