વર્ષો પહેલા કચ્છમાંથી વહેતી સિંધુ નદી :

એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બન્ની વિસ્તારનો શું છે ઈતિહાસ?,

એશિયાનો સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન એટલે

કચ્છના "બન્ની" વિસ્તારનો ઘાસિયા મેદાન છે.

વિશ્વમાં બન્ની જેવો ઘાસિયા પ્રદેશ ક્યાંય નથી

અહીં 56 પ્રકારના ઘાસોનુ ઉત્પાદન કરવામાં આવે છે ચાલુ વર્ષે વન વિભાગ દ્વારા ઐતિહાસિક કહી શકાય એટલું 12 લાખ કિલોથી વધુ ઘાસનું ઉત્પાદન કરવામા આવ્યું છે.

કચ્છ જીલ્લોએ આબોહવા અને હવામાનની દૃષ્ટિએ ખુબ જ સંવેદનશીલ છે.

એવા કચ્છ જીલ્લામાં એક સમયે બન્ની એશિયાના શ્રેષ્ઠ ઘાસના મેદાન તરીકે ઓળખાતું હતું.

વર્ષ 1819માં આવેલા ભારે ભૂકંપને લઇ એ

ભૂભાગમાં થયેલા ફેરફારને લઇ સિંધુ નદી ગાયબ થઇ અને રણ પ્રદેશનું નિર્માણ થયું પાછળથી એ પ્રદેશ બન્ની તરીકે જાણીતો થયો.

બન્ની શબ્દ હિન્દી `બનાઇ' પરથી આવ્યો હોવાનું જાણવા મળેલું છે.

જે પ્રદેશને નદીઓના કાંપે ફળદ્રુપ બનાવ્યો તે બન્ની.

બન્ની પ્રદેશમાંથી સિંધુ અને અન્ય નદીઓ લુપ્ત બન્યા પછી

લાલ અને સિંધી ચોખા જેવા પાક અસંભવ બન્યા છે. પરંતુ નદીઓએ પાથરેલ કાંપને લીધે વિશાળ કાંપાળ મેદાન ઘાસ માટે ભારે પ્રસિદ્ધ બન્યાં છે.

એટલે સમગ્ર એશિયા ખંડમાં શ્રેષ્ઠ ઘાસિયા મેદાનો તરીકે વર્ષોથી જાણીતા થયા છે

એશિયાના ઘાસિયા મેદાન બન્ની હવે વિશ્વભરનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.