પવનનો લાભ લઇને આકાશમાં કલાકોને કલાકો સુધી ઉડી શકતી સમડી ઝડપભેર દિશા બદલી શકે છે
તેની ઝડપ, ચાલાકી અને શિકાર પરનો આઇકોન્ટેક પાવરફૂલ હોય છે
તેની ત્રણ પ્રજાતિ સમગ્ર ભારતમાં જોવા મળે છે. જેમાં એક સામાન્ય સમડી બીજી કાળી પાંખવાળી અને ત્રીજી બ્રાહમીંગ કાઇટ છે.
પક્ષીની કેટલીક પ્રજાતિ પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગને કારણે નાશ પામતી જાય છે.
પક્ષીઓ આપણી ઇકોલોજીકલ સિસ્ટમ સાથે જોડાયેલા છે
ખોરાક જેવી મહત્વની જરૂરિયાત ન મળતા તેના અસ્તિત્વ પર ખતરો ઝળુંબે છે
બ્લેક કાઇટ બર્ડ તરીકે સમડી અંગ્રેજીમાં જાણીતી છે.
શિકારની શોધમાં ગ્લાઇડર જેમ ઉડતાઉડતા ઘણો સમય આકાશમાં વિતાવે છે. કાળી સમડી કે લાલ સમડી દેખાવે નાની-મોટી લાગે છે.