આ મંદિરમાં 57 વર્ષથી ગુંજે છે ભગવાન શ્રીરામનું નામ,

પોરબંદરમાં રામ ધૂન મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના વર્ષ 1957માં કરવામાં આવી હતી.

પોરબંદર શહેરમાં ભગવાન શ્રી રામના બે મંદિર આવેલા છે.

એક મંદિર શિતાળા ચોક આવેલું છે જે જાનકી મઠ મંદિર તરીખે ઓળખાય છે

બીજી રામ ધૂન મંદિર આવેલું છે

આ મંદિરની સ્થાપના વર્ષ 1957માં કરવામાં આવી હતી. પ્રેમભિક્ષકજી મહારાજ આ મંદિરની બાજુમાં છ માસ સુધી રામ ધૂન બોલાવી હતી

આ મંદિરે અખંડ રામ ધૂન ચાલે છે. રામ ધૂનને 57 વર્ષ થયા છે.

આ મંદિરની આસપાસ પહેલા બાવળના ઝાડ હતા. અહીં પ્રેમભિક્ષુકજી મહારાજ રામ ધૂન બોલાવતા હતા.

તા.12-05-1967મા મંદિરનુ નિર્માણ કરવામા આવ્યુ હતુ.

આ મંદિરને પ્રેમભિક્ષુકજી મહારાજ પ્રેરિત શ્રી નરસી મેઘજી રામનામ સર્કિતન મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

પોરબંદરના કોળીવાડ નજીક બનાવામા આવેલ શ્રીરામનું મંદિરનું કામ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક ર્કિતિ મંદિરનું નિર્માણ કરનાર કડિયાએ કર્યુ હતુ.

આજે પણ મંદિર યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યુ છે.

પોરબંદરમા પ્રેમભિક્ષુકજી મહારાજ પ્રેરિત શ્રી નરસી મેઘજી રામનામ સર્કિતન મંદિર નિર્માણ થયુ ત્યારથી અનેક સેવાભાવીઓ મંદિરમા નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે.