નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે નવમું નોરતું છે. દેવી ભાગવત પુરાણમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે.
આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
જો સિદ્ધિદાત્રી દેવીની પ્રતિમા નથી તો મા દુર્ગાનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરી શકાશે.
ત્યારબાદ વ્રત, પૂજનનો સંકલ્પ કરો અને વૈદિક અને સપ્તશતી મંત્રોનો જાપ કરો ત્યારબાદ કન્યા પૂજન કરો.
ભવિષ્યપુરાણ અનુસાર નવરાત્રિના અંતમાં કન્યા પૂજન જરૂરી છે.
તેને પોતાના તમામ પાપ અને દોષમાંથી મુક્તિ મળી જાય છે.
એવામાં માતાના આ સ્વરૂપની આરાધના કરવાથી વ્યક્તિને સિદ્ધિ એટલે કે સફળતાની સાથે-સાથે જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે.