દુનિયાનું એકમાત્ર મંદિર, જ્યાં સમગ્ર કુટુંબ સાથે વસે છે ગણપતિ દાદા

તેમના પુરા પરિવારમાં બંને પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ, પુત્રી- માતા સંતોષી અને બંને પુત્ર- લાભ અને શુભ તથા પૌત્ર- ક્ષેમ અને કુશલ આવે છે.

બનાસકાંઠામાં આવેલા અંબાજીના મંદિરમાં તો તમે ઘણીવાર ગયા હશો.

પરંતુ આ પ્રાચીન મંદિરના પરિસરમાં જ સિદ્ધિ વિનાયક સહપરિવાર વિરાજે છે.

મંદિરના પુજારી મુજબ આ દુનિયાનું એકમાત્ર મંદિર છે,

જ્યાં ગણેશજીની સહકુટુંબ પૂજા થાય છે.

આવો છે ગણપતિનો સમગ્ર પરિવાર

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન ગણેશનું શરીર વિશાલકાય અને મોઢાની જગ્યાએ હાથીનું મુખ લાગેલું હોવાથી કોઈ કન્યા તેમની સાથે લગ્ન કરવા તૈયાર નહોતી.

આથી ભગવાન ગણેશે ગુસ્સે થયા અને પોતાના વાહન મુષકને

સમસ્ત દેવી-દેવતાઓના લગ્નમાં વિધ્ન નાખવાનો આદેશ આપ્યો.આ બાદ જ્યાં પણ લગ્ન થતાં મૂષક ત્યાં પહોંચીને વિધ્ન નાખી દેતા.

કેવી રીતે થયા હતા ગણેશજીના લગ્ન?

કંટાળીને દેવતાઓએ ભગવાન બ્રહ્માને કોઈ ઉપાય કરવા માટે કહ્યું ત્યારે બ્રહ્માએ બે કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિનું સર્જન કર્યું અને તેમના વિવાહ ગણેશજી સાથે કરાવ્યા.

આવી રીતે બુદ્ધિ અને વિવેકના દેવી રિદ્ધિ અને સફળતાના દેવી સિદ્ધિના લગ્ન ગણેશજી સાથે થયા

જેમના દ્વારા તેમના શુભ અને લાભ નામના બે પુત્ર થયા.

માતા સંતોષી ગણેશજીના સંતાન

ધર્મગ્રંથોમાં કેટલીક જગ્યાઓ પર માતા સંતોષીને ગણેશજીના સંતાન બતાવાયા છે. જેનું પ્રમાણ અહીં મળે છે. સાથે જ ગણેજીના બે પૌત્ર ક્ષેમ અને કુશળ પણ અહીં વિરાજે છે.