સમગ્ર ભારતમાં સંપૂર્ણ મુખારવિંદ સાથેનું શ્રી કાલિકા માતાનું એકમાત્ર મંદિર પાટણમાં

પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટે સિદ્ધરાજ જયસિહે ઉજ્જૈન ઉપર ચઢાઇ કરી હતી. ત્યારે ગઢમાં બિરાજમાન કાલિકા માતાજીએ મદદ કરી હતી.

કહેવાય છે કે સિદ્ધરાજે ઉગ્ર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યા હતાં

અને પાટણ પધારવા નિમંત્રણ આપ્યું હતું. ત્યારે કાલિકા માતાએ કહેલું કે હું ગઢ કાલિકા છું મારા માટે ગઢ જોઈએ.

તેથી રાજા સિદ્ધરાજે પાટણમાં ઇ.સ.1123માં ગઢ બનાવ્યા.

જે ગઢના કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ સંપૂર્ણ મુખારવિંદ સાથે પાટણમાં પ્રગટ થયાં. ત્યારથી શ્રી કાલિકા માતા પાટણના નગરદેવી તરીકે પૂજાય છે.

અહીં એમના સાનિધ્યમાં 18 ભૂજાઓ સહિત પદ્માસનમાં ભદ્રકાળી માતાજી બિરાજમાન છે

જેથી ધાર્મિક રીતે આ મંદિરનું મહત્વ અનેકગણું વધારે છે.

નગરદેવી શ્રી કાલિકા માતાજીના મંદિરે વર્ષેદહાડે હજારો માઇભકતો દર્શનાર્થે આવે છે

આ મંદિરે આવવાથી દરેક વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે સાથે મનને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે