ગોંડલમા આવેલો આલીશાન નૌલખા મહેલ !

સૌરાષ્ટ્રનો સૌથી પ્રાચીન અને ભવ્ય આલીશાન ” નવલખા મહેલ ” શાહી પરીવારના સુવર્ણ ઇતિહાસનું ” સંગ્રહાલય ” છે

આ આલીશાન મહેલ જેટલો બહાર થી સુંદર દેખાય છે,

એટલો જ અંદર થી વધુ ભવ્ય છે.

આ મહેલમાં જોવા લાયક અનેક વસ્તુઓ છે,

જે જોતા જ આંખોને મોહી જશે.

આ મહેલમાં ઝરૂખા, એક શાહી સમારંભ હોલ,

સર્પાકાર દાદર, ઝળહળતો ઝુમ્મર, શણગારેલા અરીસાઓ અને પ્રાચીન સજાવટની ખૂબ જ વિશિષ્ટ સ્થાપત્ય સુવિધાઓ ધરાવે છે.

પથ્થરની કોતરણીવાળા પ્રથમ માળ, ખુલ્લા આંગણા, મિનાર ધરાવતી

એક અનન્ય ત્રણ માળ ધરાવતી ભવ્ય ઈમારત છે.આ માળના ઉપરના છજ્જા પર વાસ્તવિક અને પૌરાણિક પ્રાણીઓના શિલ્પો પથ્થરમાં કોતરવામાં આવ્યા છે.

પહેલા માળના એક ભાગમાં એક સંગ્રહાલય પણ છે,

જેમાં દરવાજા ઉપર લાકડા અને પત્થરથી બનેલા બારસાખ રાખવામાં આવ્યા છે.

નૌલખા મહેલ દરબારગઢ સંકુલની અંદર આવેલો છે,

મહેલ દરવાજાથી વિરુદ્ધના છેવાડે આવેલો છે અને તેની આગળ લંબચોરસ બાગ છે. મહેલમાંથી ગોંડલ નદી દેખાય છે.

સંકુલની અંદર અન્ય ઘણી ઈમારતો છે,

જેમ કે હુઝુર મહેલ, બાગ મહેલ (ઓચર્ડ પેલેસ); હુઝુર મહેલ વિંંગ જે બાગ મહેલ નો એક ભાગ છે; અને નદીકિનારાનો મહેલ (જે નૈલખા મહેલથી ૧.૨૬ કિ. મી દૂર આવેલો છે).