આસ્થાનો 'પુરાવો'! ગુજરાતના આ મંદિરમાં દોરો બાંધવાથી મટી જાય છે પથરી

જ્યાં 'શ્રદ્ધા" હોય ત્યાં પુરાવાની કોઇ જરૂર હોતી નથી' એવી લોક વાયકાઓ છે અને ભારતીયો આજે પણ બાધામાં શ્રદ્ધા ધરાવે છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસાથી 10 કિલોમીટરના અંતરમાં રસાણા ગામ આવેલું છે.

આ ગામમાં વીર મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં માનતા રાખવાથી પથરીના દુખાવાથી છુટકારો મળે છે.

પથરીના દર્દીઓ મંદિરમાં આવીને પૂજારી પાસે લાલ કલરનો દોરો બંધાવે છે.

એક મહિનામાં પથરીનો દુખાવો મટી જાય છે. આપ મેળે પથરી નીકળી જાય છે.

આ મંદિર લગભગ 250 વર્ષ જૂનું છે.

એવુ પણ માનવામાં આવે છે કે, અહી લોકો પથરી નીકળ્યા બાદ પથરી પણ મૂકીને જાય છે

આ મંદિર આસપાસના પંથકમાં બહુ જ પ્રખ્યાત છે.

દૂરદૂરથી લોકો અહી પથરી દૂર કરવાની આશા સાથે આવે છે.

મંદિરમાં ઘણી બધી સંખ્યા માં પથરીઓ બાધા પૂર્ણ થયા બાદ મૂકવામા આવી છે.

બાધા રાખી પોતાને થયેલી પથરી નીકળી જતા પાછા બાધા સ્વરૂપે આજ મંદિરમાં ચઢાવી દે છે.