વિશ્વનું સૌથી ધનિક ગામ આપણા ગુજરાતનું,

ભારતમાં તો આપણે ઘણા શ્રીમંત ગામોની વાતો સાંભળી હશે, પરંતુ ગુજરાતના કચ્છ જિલ્લાનું માધાપર ગામ વિશ્વના સૌથી ધનિક ગામોમાંનું એક છે.

ભુજથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલું માધાપર ગામ આજથી નહીં પરંતુ 1934થી પ્રગતિશીલ છે

1934માં તે સમયની ભવ્ય પ્રાથમિક શાળાનું નિર્માણ થયું ત્યારે લોકો તેને જોવા આવતા હતા.

ગામ છેલ્લા પાંચ દાયકાથી સમૃદ્ધ છે.

1975માં લોકો પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવતા હતા, તે સમયે આખા ગુજરાતની પોસ્ટ ઓફિસમાં સૌથી વધુ થાપણ માધાપર ગામની હતું

ગામમાં આટલો બધો પૈસો અને સમૃદ્ધિ કેમ છે

પટેલ સમાજના પરિવારના યુવાનો અમેરિકા, ઈંગ્લેન્ડ, આફ્રિકા, દુબઈ, કેનેડા જેવા દેશોમાં જઈને વસ્યા પૈસા કમાયા અને શરૂઆત કરી ગામડામાં પૈસા મોકલવાની.

પહેલાં તેઓ પોસ્ટ ઓફિસમાં જમા કરાવતા હતા

અને 1990 પછી જ્યારે બેંકો આવવા લાગી ત્યારે બેંકોમાં સીધા વિદેશથી પૈસા આવવા લાગ્યા.

આજે મોટી ખાનગી અને સરકારી સહિત 13 બેંકો છે.

હવે ગ્રામજનો શેરબજારમાં અને મ્યુચલ ફંડમાં પણ રોકાણ કરે છે

માધાપર ગામમાં દરેક સુવિધા

આજે ગામમાં આધુનિક ગૌશાળા, રમતગમત સંકુલ, મંદિર, ચેકડેમ, શાળા સહિતની તમામ સુવિધાઓ છે.

ગામમાં વીરાંગના સ્મારક ખાસ છે

ભારતે 1971માં પાકિસ્તાન સામે યુદ્ધ કર્યું હતુ જીત્યું હતું. ભુજમાં જ્યારે પાકિસ્તાને એરસ્ટ્રીપ પર હુમલો કરી નુકસાન પહોંચાડ્યું ત્યારે માધાપર ગામની મહિલાઓએ એરફોર્સને રનવે બનાવવામાં મદદ કરી હતી