ભારતમાં અહીં આવેલ શિવ મંદિર પર દર 12 વર્ષે પડે છે વીજળી, રહસ્ય અકબંધ

ભારતમાં ઘણા અદભૂત મંદિરો આવેલા છે. તેમાંથી એક હિમાચલ પ્રદેશના કુલ્લુ માં સ્થિત છે, જે વીજળી મહાદેવ(bijli mahadev) તરીકે ઓળખાય છે.

તે સમગ્ર કુલ્લુ ખીણમાં એવું માનવામાં આવે છે

આ ખીણ એક વિશાળ સાપ જેવા આકારની છે. આ સાપનો વધ ભગવાન શિવ દ્વારા કરવામાં આવ્યો હોવાની માન્યતા છે.

મંદિર જ્યાં સ્થિત છે તે સ્થળે દર બાર વર્ષે વીજળી પડે છે.

વીજળીનો પડવાથી મંદિરનું શિવલિંગ તૂટી જાય છે. અહીંના પૂજારી આ ખંડીત શિવલિંગના ટુકડાઓ ભેગા કરે છે

જો કે, થોડા મહિના પછી, શિવલિંગ એક નક્કર સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે

શિવલિંગ પર પડતી વીજળી પાછળનું રહસ્ય હજી સુધી કોઇ વ્યક્તિ ઉકેલી શક્યું નથી.

વીજળી શિવલિંગ પર પડવા અંગે કહેવામાં આવે છે કે

ભગવાન શિવ નહોતા ઇચ્છતા કે જ્યારે વીજળી પડે તો કોઇ જન-ધનને નુકસાન પહોંચે,

ભગવાન લોકોને બચાવવા માટે આ વીજળીને પોતાના પર લઇ લે છે.

આ કારણે ભગવાન શિવને અહીં વીજળી મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.

ભાદરવા મહિનામાં આ સ્થળે મેળો યોજાય છે.

કુલ્લુ શહેરથી વીજળી માહાદેવ સુધી પહોંચવા 7 કિલોમીટરનું અંતર રહેલું છે.

શિવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

શિયાળામાં અહીં બરફનું આવરણ જોવા મળે છે, સમુદ્ર સ્તરથી 2450 મીટર ઉંચાઇ પર સ્થિત છે.