એશિયાની સૌથી મોટી બેઠેલાં હનુમાનજીની પ્રતિમા,

વિરાટરૂપના દર્શન કરી થઈ જાઓ ધન્ય

હનુમાનજી રામભક્ત અને રામદૂત તરીકે પ્રખ્યાત છે.

સમગ્ર ભારતમાં અંજની પુત્ર તેમજ સંકટમોચક ગણાતા હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે.

ભારત તેમજ એશિયાની સૌથી મોટી બેઠેલાં હનુમાનજીની પ્રતિમા ફરીદાબાદમાં આવેલી છે.

આ પ્રતિમાની ઊંચાઈ 111 ફૂટ છે.

આ અનોખું સ્થળ હનુમાન તીર્થ સ્થળ તરીકે પ્રસિદ્ધ છે.

આ પ્રતિમા અરવલ્લીની પહાડીઓ વચ્ચે ગુરુગ્રામ રોડ પર છે.

અહીં દર મંગળવારે તેમજ શનિવારે ભક્તોની ભીડ જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે, અહીં મનોકામના લઈને આવનાર કોઈ પણ ભક્ત ખાલી હાથે અને નિરાશ થઈને પાછો ફરતો નથી.

આ પ્રતિમાનું નિર્માણ કાર્ય 2010માં શરૂ થયું હતું

અને 2017 સુધી ચાલ્યું હતું. રાજસ્થાનના કલાકારોએ આ પ્રતિમા બનાવી છે.

પહેલા અરવલ્લીના આ એકાંત વિસ્તારમાં આવતા લોકો ડરતા હતા,

પરંતુ હનુમાનજીની મૂર્તિની સ્થાપના થઈ ત્યારથી લોકો અહીં આવતા જ રહે છે.

આ પ્રતિમાને જોવા માટે ઘણા રાજ્યોમાંથી લોકો આવે છે.

ખાસ કરીને દિલ્હી એનસીઆરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે.