શિયાળામાં સુપરફૂડ છે મેથીના લાડુ,

ડાયાબિટીસથી લઇને સાંધાનો દુખાવો થઇ જશે છૂમંતર, આ રહી રેસિપી

મેથીને મિક્સરમાં થોડી બરછટ પીસી લો

એક પેનમાં દૂધ ઉકાળો અને પીસેલી મેથીને દૂધમાં 8-10 કલાક પલાળી રાખો.

પછી બદામને ઝીણી સમારી લો

અને કાળા મરી, તજ, એલચી અને જાયફળને પીસી લો.

હવે એક પેનમાં અડધો કપ ઘી નાખી પલાળેલી મેથીને શેકી લો.

તમારે તેને મધ્યમ આંચ પર આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકવાની છે.

હવે બાકીના ઘીમાં ગુંદર તળી લો.

હવે પેનમાં બાકી રહેલું ઘી ઉમેરો અને લોટને લાઈટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો.

આ પછી કડાઈમાં 1 ચમચી ઘી નાખી,

ગોળ ઓગાળીને ચાસણી બનાવો

અને તેમાં જીરું પાવડર, સૂંઠ પાવડર, ઝીણી સમારેલી બદામ,

કાળા મરી, તજ, જાયફળ અને એલચી ઉમેરીને બરાબર મિક્ષ કરો.

હવે તેમાં શેકેલી મેથી, શેકેલો લોટ, શેકેલો ગુંદર ઉમેરો

અને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણ ગરમ હોય ત્યાં જ તેના લાડુ બનાવો.