અડીયાના દુધેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણના અમાસે મેળો ભરાય છે

500 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક ઐતિહાસિક સ્વયંભૂ પ્રગટ થયેલ દુધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે

આ મંદીર હારિજ અને પાટણ હાઈવેની મધ્ય 15 કી.મી.ના અંતરે આવેલું છે

આ અતિ પ્રાચીન દુધેશ્વર મહાદેવજીનું શિવાલય શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે

શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવભકતો પૂજા અર્ચના અને દર્શનાર્થે ઉમટે છે

ઉતરગુજરાતના ચાર મઠ પૈકીનો એક મઠ એટલે અડીયા જાગીરદાર મઠ તરીકે ઓળખાય છે.

આ સ્થળે ગેડાગિરિજી મહારાજની જીવંત સમાધિ આવેલી છે.

શ્રદ્ધાળુઓ અહી બીલીપત્ર, દૂધ, દહીનો રૂદ્ર અભિષેક કરી પૂજા અર્ચના કરે છે

દુધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરે દર અમાસે ધાર્મિક મેળો ભરાય છે

અને વિના મૂલ્યે ભોજન પ્રસાદ અપાય છે. જેમાં શ્રાવણ માસની અમાસે મોટો મેળો ભરાય છે.