સાત પર્વતોથી ઘેરાયેલું સપ્તશ્રૃંગી દેવીનું મંદિર,

સપ્તશ્રૃંગી માતાનું પ્રસિદ્ધ શક્તિપીઠ નાસિકથી માત્ર 65 કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વત શ્રેણીના ખોળામાં એક ઉંચી જગ્યા પર સ્થિત છે

નાસિકથી સપ્તશ્રૃંગી જતી વખતે દ્રાક્ષથી હર્યા ભર્યા બાગ

ગાઢ જંગલ, જળાશય, જળધોધ, ઘણી જ દુર્લભ જડી બુટ્ટી અને ઔષધીય ઝાડ-પાન જ તમારુ મન મોહી લેશે.

સપ્તશ્રૃંગીને 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે

જે લગભગ 4500 ફૂટ ઉંચાઇ પર સ્થિત છે.

સપ્તશ્રૃંગી નોં શાબ્દિક અર્થ છે

સાત (સપ્ત) શિખર (શ્રૃંગ) અને તે નાસિકથી 65 કિલોમીટર દૂર નંદૂરી ગ્રામ, તાલુકા કાલવનમાં સ્થિત છે.

અહીં સપ્તશ્રૃંગી માતાનું મંદિર છે જે સાત પર્વતોના શિખરો થી ઘેરાયેલું છે

એટલા માટે આનું એક નામ સપ્તશ્રૃંગી ગઢ પણ છે

આ મંદિરને મહારાષ્ટ્રના “સાડા ત્રણ શક્તિપીઠો”માંનું એક પણ કહેવાય છે.

માન્યતા છે કે આ સ્થાન પર માતા સતીનો જમણો હાથ પડ્યો હતો.

18 હાથોવાળી સપ્તશ્રૃંગી માતાનું આ મંદિર સદીઓ જુનું છે

અને તેની આસપાસના જંગલો (દંડકારણ્ય)નો ઉલ્લેખ રામાયણમાં પણ આવે છે.

શિયાળામાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમય સપ્તશ્રૃંગી ગઢ આવવા માટે સૌથી શ્રેષ્ઠ છે

આ સમયે દિવસનું તાપમાન ફરવા લાયક રહે છે અને રાતમાં ઠંડી લાગે છે. જુલાઇથી સપ્ટેમ્બર ચોમાસુ હોય છે અને ભૂસ્ખલનનો ખતરો રહે છે.