દુર્ગા માતાના ચંદ્રઘંટા રૂપની ત્રીજા નોરતે પૂજા કરવામાં આવે છે. માતાનું આ ત્રીજું રૂપ રાક્ષસોના વધ કરવા માટે ઓળખવામાં આવે છે.
આ ચક્રથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.
આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે. આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.
દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુકુટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે.
મા ચંદ્રઘંટાનુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે.
નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટની પૂજા માટે ખાસ લાલ રંગના ફૂલો ચઢાવવામાં આવે છે. આ સાથે ફળમાં પણ લાલ કલરના ફળનો ભોગ ચઢાવવામાં આવે છે.
કેમ કે ચંદ્રઘંટાની પૂજામાં ઘંટનું ખાસ મહત્વ હોય છે. ઘંટના અવાજથી ચંદ્રઘંટા પોતાના ભક્તો પર હંમેશા પોતાની કૃપા વરસાવે છે
માતા ચંદ્રઘંટાને દૂધ અને તેનાથી બનેલી વાનગીનો ભોગ ચઢાવવો અને તેનું દાન પણ કરવું.