નવરાત્રિમાં ગરબો ખરીદી માતાજીનો દીવો પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ

માતા દુર્ગાના આ પર્વમા માનતા અને પરંપરા પ્રમાણે ઘેર ઘેર વિવિધ ભાતના તૈયાર કરેલા શુકનના કોડિયા અને નવરાત્રીમાં માતાજીના ગરબાનું પણ અનેરું મહત્વ છે

જેને લઇ માટી ના બનાવેલ કોડિયાં અને મટકી ને તૈયાર કરી

તેનું રંગ રોગાન કરી અવનવી ડીઝાઇનમા દુકાનો માં મોટાપાયે તૈયાર કરે છે.

મોટા શહેરોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ આ પરમ્પરા જળવાઈ રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં આકર્ષક લગતા ચાઇનીઝ કોડિયા આવી જતા આપણા કારીગરોની મૂળભૂત હસ્ત કળા પર ફટકો પડ્યો છે.

ગરબા એ આપણા ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય છે.

નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણી જૂની છે. ગરબાની શરૂઆત સૌપ્રથમ આપણા ગુજરાતથી થઈ હતી.

અને આ પછી ગુજરાતનું આ પરંપરાગત નૃત્ય ધીમે ધીમે ખૂબ લોકપ્રિય બનવા લાગ્યું હતું.

એ પછી રાજસ્થાનમાં ગરબા રમવાની શરૂઆત થઈ હતી

અને એ પછી ધીરે ધીરે દેશના દરેક ખૂણામાં આ લોકપ્રિય બની ગયા છે.

ગરબાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ગરબા રમીને ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે

ગરબા શબ્દનો અર્થ શું થાય?

ગરબા આ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ગર્ભનો દીવો.પૌરાણિક માન્યતા અનુસાર ગર્ભ દીપ એ સ્ત્રીના ગર્ભની સર્જન શક્તિનું પ્રતીક છે

એટલા માટે તેને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે.

ગર્ભદીપની સ્થાપના સાથે મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પહેરે છે અને માતા દુર્ગાની સામે ગરબા નૃત્ય કરે છે.