અદભુત છે દુનિયામાં સૌથી વધુ ઊંચાઈએ આવેલું ઉત્તરાખંડ સ્થિત 'તુંગનાથ' મંદિર

તુંગનાથ મંદિર જવા માટે એક પ્રકારે હરિદ્વાર અને ઋષિકેશ જ આ યાત્રાનો પ્રથમ પડાવ હોય છે.

અહીંથી તુંગનાથ મંદિર જવા બે માર્ગ છે.

આ પૈકી એક માર્ગ હરિદ્વારથી ગોપેશ્વર થઈ ચોપતા 270 કિમી અંતરનો છે અને બીજો માર્ગ હરિદ્વારથી ઉખીમઠ થઈ ચોપતા સુધીનો 220 કિમી અંતર કાપી જઈ શકાય છે.

તુંગનાથ મંદિર ઉત્તરાખંડના ગઢવાલના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે

આ મંદિર સમુદ્રની સપાટીથી આશરે 3,680 મીટર (12,074 ફૂટ) ની ઉંચાઈએ છે એટલે કે તે વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું મંદિર છે.

ખાસ કરીને ચારધામ યાત્રા માટે આવનારા યાત્રીઓ માટે આ મંદિર ખૂબ જ મહત્વનું છે.

તુંગનાથ મંદિર દુનિયા સૌથી પ્રાચીન મંદિર પૈકી એક મંદિર છે અને તે 5000 વર્ષ જૂનું મંદિર છે.

અહીં ભવવાન શિવના 'પંચકેદાર' સ્વરૂપ પૈકી એક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગ્રેનાઈટ પથ્થરોથી બનેલું આ ભવ્ય મંદિરને જોવા હજારોની સંખ્યામાં તીર્થયાત્રી અહીં આવે છે.

જો તમે તુંગનાથના દર્શન કર્યાં બાદ તમે આગળ યાત્રા કરવા માગતા હોય તો

તુંગનાથ મંદિરથી આશરે 1.5 કિમી આગળ ચંદ્રશિલા નામના દિવ્ય પર્વતની શિખર આવેલી છે, જેને તમારે ચોક્કસપણે મુલાકાત લેવી જોઈએ.

અહીં વર્ષના કોઈ પણ મહિનામાં જઈ શકાય છે,

પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થતી હોવાથી વધુ જોખમી સ્થિતિ હોય છે.

ચંદ્રશિલા પર્વતની શિખર સમુદ્રની સપાટીથી 13 હજાર ફૂટ ઊંચાઈ પર છે,

માટે અહીં 927 ફૂટનું સીધુ ચઢાણ ચડવું પડશે, યાત્રીઓએ ઓક્સિજનની અછતનો અહેસાસ થશે.