ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરુ થયો છે જેમાં ઘણાં ઠેકાણે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે.
જ્યારે ગાંધીનગર, ડીસા, રાજકોટ અને અમદાવાદમાં અનુક્રમે લઘુત્તમ તાપમાન 12, 11, 13 અને 14 ડિગ્રી નોંધાયું છે.
તાપમાનમાં કેવા ફેરફારો થઈ શકે છે તે અંગેની આગાહી કરવામાં આવી છે.
જેના કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હાલ 9થી 12-13 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ચાલી રહ્યો છે. 13મી તારીખથી પવનની ગતિ 8-11 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે.
જોકે, અઠવાડિયા અગાઉ જે ઘાટા ધૂમ્મસ જોવા મળ્યા હતા તેટલું ભારે ધૂમ્મસ નહીં હોય. પરંતુ વહેલી સવારે ધૂમ્મસનો રાઉન્ડ જોવા મળશે.
જીરુ સહિતના શિયાળુ પાકમાં હાર્વેસ્ટિંગ સમયે સાચવવાની જરુર છે કારણ કે ઝાકળના કારણે તેમાં ચર્મી અથવા તો બીજા પ્રકારના રોગો વધી શકે છે.
તેની પાક પર અસર થઈ શકે છે.