ફરી આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા!

રાજ્યમાં આગામી સાત દિવસ માટે વાત કરીએ તો આવનારા 24 કલાકમાં સારો વરસાદ જોવા મળી શકે છે.

24 કલાકમાં તમામ તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

જેમાં ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 24 કલાકમાં હળવાથી ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી છે

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20ની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા છે.

જે બાદ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘણો ઓછો વરસાદ થવાની શક્યતા છે.

છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગમાં વરસાદની સંભાવના છે.

હવામાનની આગાહી મુજબ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે.