મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર,

જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો

ધરતી પર જો કોઈ જીવતા જાગતા દેવની પૂજા થતી હોય તો તે સૂર્ય નારાયણ છે.

તેવા સૂર્ય દેવના મુખ્ય મંદિરો ભારતમાં બે જ સ્થળે આવેલા છે. જેમાં એક ઓડિશાના કોર્ણાકમાં અને બીજુ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરામાં.

સૂર્યમંદિર તેની કોતરણી અને કળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઇ.સ. 1027નો ઉલ્લેખ જોવા મળે છે.

મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે.

આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે.

સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે.

પુષ્પાવતી નદીના કિનારે આવેલા આ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશી કામ અદભૂત, અવિસ્મરણીય છે.