દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિર ભારત નહીં પણ આ દેશમાં આવેલું છે!

ભારત એક હિન્દુ બહુમતવાળો દેશ છે, અહીં હિન્દુઓની સંખ્યા અન્ય ધર્મની અપેક્ષાએ ખૂબ વધારે છે.

કંબોડિયાના અંગકોરમાં આવેલ અંગકોરવોટ મંદિર.

આ મંદિરને 12મી શતાબ્દીમાં રાજા સૂર્યવર્મન દ્વિતીયએ બનાવ્યું હતું. યૂનેસ્કોએ આ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે.

હજારો વર્ગ માઈલમાં ફેલાયેલ આ મંદિર 620 એકર અથવા 162.6 હેક્ટરમાં બનાવ્યું છે.

આ મંદિર કંબોડિયાનું રાષ્ટ્રીય પ્રતીક પણ છે. આ ભવ્ય મંદિરમાં કુલ 6 શિખર છે.

દીવાલો પર પણ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે.

આ મંદિરના મધ્ય ભાગના શિખરની ઊંચાઈ લગભગ 150 ફુટ છે. તેની આસપાસ અન્ય 50 શિખર છે.

મંદિરની વિશાળતા અને નિર્માણ કલા આશ્ચર્યજનક છે.

તેની દીવાલોને પશુ, પક્ષી, પુષ્પ તથા નૃત્યાંગનાઓ જેવી વિવિધ આકૃતિઓથી અલંકૃત કરી છે.

પર્યટક અહીં ફક્ત વાસ્તુશાસ્ત્રનું અનુપમ સૌંદર્ય જોવા જ નથી આવતા,

પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા પણ આવે છે. સનાતની લોકો તેને પવિત્ર તીર્થસ્થાન માને છે.

કહેવાય છે કે, આ મંદિરનું નિર્માણ સૂર્યવર્મન દ્વિતિયએ શરુ કર્યું હતું,

પણ તેના નિર્માણને પુરુ કર્યું હતું. તેના ઉત્તરાધિકારી ભત્રીજા ધારણીન્દ્રવર્મને.

આ મંદિરની રક્ષા એક ચતુર્દિક ખીણ કરતી હતી.જેની પહોળાઈ 700 ફુટ છે.

આ ખીણને પાર કરવા માટે એક પુલ બનાવ્યો છે. પુલની પાર મંદિરમાં પ્રવેશ માટે એક વિશાળ દ્વાર નિર્મિત છે, જે લગભગ 1000 ફુટ પહોળી છે. તો વળી મંદિરની દીવાલો પર રામાયણ કાળની મૂર્તિયો અંકિત છે.