આવતીકાલે બેસતું વર્ષ:

કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ. જેને આપણે નૂતન વર્ષ, નવું વર્ષ કે ન્યુ યર પણ કહીએ છીએ

હિન્દુ ધર્મમાં આ દિવસનું ખૂબ મહત્વ રહેલું છે.

આ દિવસે લોકો એકબીજાને મળે છે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.

આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા કરવામાં આવે છે

તથા ઠાકોરજીને છપ્પન ભોગ અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં બેસતા વર્ષથી નવા વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે.

બેસતા વરસના દિવસે દેવ મંદિરોમાં ખાસ અન્નકૂટ ભરવામાં આવે છે

આ સાથે એક પ્રાચીન કથા પણ જોડાયેલી છે.

વ્રજવાસીઓ જ્યારે નંદબાબાને કહે છે કે, આજે બેસતુ વર્ષ છે અને આપણે ઈન્દ્ર દેવની પૂજા કરવી જઈએ.

આ વાત શ્રીકૃષ્ણ સાંભળી ગયા અને કહ્યું કે ના આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ.

આ વાત ઈન્દ્ર દેવને ખબર પડે છે અને ક્રોધિત થઈ વ્રજવાસીઓ પર મુશળધાર વરસાદ વરસાવે છે.

ઈદ્ર ભગવાના કોપથી વ્રજવાસીઓનું રક્ષણ કરવા કૃષ્ણ ભગવાને અનોખી લીલા કરી.

ભગવાન શ્રીકૃષ્ણની આ અદ્ભુત લીલાથી તેઓ ગોવર્ધન ગીરીધારણ કહેવાયા.

વરસાદ રોકાઈ જતા વ્રજવાસીઓને થયું કે આપણું રક્ષણ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું છે.

ગોવર્ધનને કર્યું છે. તેથી વ્રજવાસીઓ દ્વારા ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે છપ્પન પ્રકારનો ભોગ ધરાવવામાં આવે છે.