ઉનાળામાં બજારમાં કાકડી મળવા લાગે છે, તેથી આ વખતે કાકડી ખાઓ કારણ કે કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
કાકડી ખાવાથી હાડકાં મજબૂત થાય છે.
જો કાકડી નિયમિત રીતે ખાવામાં આવે તો વાળનો વિકાસ સારો થાય છે. આ ઉપરાંત ત્વચા પણ ગ્લોઈંગ થાય છે.
તેની સાથે જ તે ગેસ અને અપચો દૂર કરવામાં પણ મદદ કરે છે.
તે ફાઈબરમાં પણ ખૂબ રિચ છે. જેના કારણે તેને ખાધા પછી પેટ ભરેલું રહે છે અને કંઈપણ ખાવાનું મન થતું નથી.
આપણે બધા જાણીએ છીએ કે કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે.
તેમાં એક તત્વ હોય છે, જેને આપણે સ્ટીરોલ કહીએ છીએ. તે શરીરમાં યોગ્ય કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખે છે.
તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.