ગરમ પાણીમાં આદુ નાંખીને પીવાના છે ઘણા ફાયદા,

આદુમાં અનેક ઔષધીય ગુણો અને સ્વાદ હોય છે.

કોઈ પણ વાનગીનો તે સ્વાદ વધારી શકે છે

જો તમે આદુ નાખેલું ગરમ પીઓ છો તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

આદુનું સેવન થર્મોજેનેસિસ એટલે કે શરીરમાં ગરમી ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને વધારે છે.

આ સિવાય તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ તત્વો રહેલા છે, જે શરીરનું વજન ઝડપથી ઘટાડી શકે છે.

પાચન તંત્રમાં મદદ કરે છે

આદુના ઉપયોગથી કબજિયાત, ઝાડા અને અપચો થતો નથી.

બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે

આદુમાં ટેનીન, પોલિફીનોલ્સ, ફ્લેવોનોઈડ્સ અને ટ્રાઈટરપેનોઈડ્સ જેવા સંયોજનો હોય છે, જે બ્લડ સુગર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

ગળાની ખરાશ દૂર કરે

તેનાથી ગળામાં દુખાવો અને સોજામાં રાહત મળે છે. તેનાથી ગળાના ઈન્ફેક્શનનો ઈલાજ પણ થાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે

આદુમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવાની ક્ષમતા હોય છે. આદુનું પાણી શરીરમાં રહેલા લિપિડને ઓછું કરી શકે છે.

આદુનું પાણી કેવી રીતે બનાવવું?

આદુને પીસીને પાણીમાં ઉકાળો. થોડી વાર પછી તેમાં એક ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરો. હવે થોડીવાર તેને ઉકળવા દો અને નવશેકા પાણીને પીવા માટે લો.