ધર્મ / ધૂપ આપવાના ઘણા ફાયદા છે, યોગ્ય રીતે કરવાથી મળે છે આ લાભ

હિન્દુ ધર્મમાં ધૂપ-દીવા વગર કોઈ પણ પૂજા કાર્ય સંપન્ન નથી થતા.

સવારની પૂજા અને સાંજના ધાર્મિક વિધિઓમાં ધૂપ-દીવાઓને ફરજિયાત હોવાનું જણાવાયું છે.

ધૂપ આપવાથી ઘરની નકારાત્મક ઊર્જા બહાર કાઢવામાં આવે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.

ધૂપ વાસ્તુદોષોને પણ ખતમ કરે છે.

ધૂપ આપવાથી દેવતા અને પિતૃ પ્રસન્ન રહે છે અને આર્શીવાદ આપે છે.

આમ તો ધૂપ આપવાથી મળતા તમામ લાભ મેળવવા માટે રોજ ધૂપ આપવુ જોઇએ.

જો આ શક્ય ન હોય તો તેરસ, ચૌદસ, અમાવસ્યા અને તેરસ, ચૌદસ, પૂર્ણિમાના રોજ સવાર-સાંજ ધૂપ કરવું જ જોઇએ.

ધૂપ કરતા પહેલા ઘરની સારી રીતે સફાઈ કરી લો.

ગંદા ઘરમાં ક્યારેય પણ ધૂપ ના કરવુ જોઇએ.

ધૂપ હંમેશા ઈશાન કોણમાં જ કરવું.

ત્યારબાદ તેને આખા ઘરમાં ફરાવો, જેથી ઘરના બધા રૂમમાં ધૂપની ખુશ્બુ ફેલાઇ જાય.