મૂળા સ્વાસ્થ્યવર્ધક શાકભાજીમાંથી એક છે. મૂળામાં ઘણા ઔષધીય ગુણ છુપાયેલા છે.
મૂળા જેવા શાકભાજી ખાવાથી કેન્સરથી બચી શકાય છે. મૂળા જેવા ક્રુસિફેરસ શાકભાજીમાં એવા સંયોજનો હોય છે જે પાણીમાં ભળીને આઇસોથિયોસાઇનેટ્સમાં તૂટી જાય છે.
મૂળામાં બાયોએક્ટિવ સંયોજનો હોય છે જે એડિપોનેક્ટીન નામના હોર્મોનને નિયંત્રિત કરે છે, જે ખાંડના સ્તરને નિયંત્રિત કરવા માટે જવાબદાર હોર્મોન છે
મૂળા પોટેશિયમનો સારો સ્ત્રોત છે, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
મૂળામાં એન્થોકયાનિન હોય છે જે રક્ત પરિભ્રમણ અને બ્લડ પ્રેશરને સુધારવાનું કામ કરે છે.
મૂળામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે, જે પાચન માટે ખૂબ ફાયદાકારક છે.
તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે.
જેથી શિયાળામાં મૂળા ખાવાથી કફ, શરદી-ખાંસીની સમસ્યા થતી નથી. સાથે જ ઈમ્યૂનિટી પણ વધે છે