ધરતી પર મીઠા પાણીનો સૌથી મોટો સ્ત્રોત નદીઓમાં રહેલો છે.
પણ શું તમે ક્યારેય કોઈ એવી નદી વિશે સાંભળ્યું છે કે, જેમાં બારેમાસ ઉકળતું પાણી વહેતું હોય?
જેમાં વર્ષના 365 દિવસ, 24 કલાક ઉકળતું પાણી વહે છે.
આ પાણીનું તાપમાન 200 ફેરનહિટ હોય છે.
કહેવામાં આવે છે કે, આ નદીમાં કોઈ પ્રાણી પડી જાય તો જીવતું પાછું નીકળતું નથી.
બૉયલિંગ રિવરના પાણીમાંથી સતત વરાળ નીકળતી જ રહે છે જેનાથી તેની આજુબાજુ વરાળનું આવરણ રહે છે.
જોકે, તેના લીધે આજુબાજુના વિસ્તારની વિઝ્યુઆલિટી પણ ઓછી છે અને અહીં દુર્ઘટના થવાની શક્યતા વધી જાય છે.
એમેઝોન નદીમાં વિશ્વની કોઇ પણ નદી કરતાં પાંચ ગણો પાણીનો પ્રવાહ વહે છે.
પુરાણકાળમાં એમેઝોન નદી પૂર્વથી પશ્ચિમમાં વહેતી હતી આજે પશ્ચિમથી પૂર્વમાં વહે છે.