આજે ગઈકાલની સરખામણીમાં વધુ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા 22-23 તારીખે વરસાદનું જોર રહ્યા બાદ તેમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
આજના દિવસ માટે જે આગાહી કરી છે તેમાં ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપ્યું છે.
જેમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચનો પણ સમાવેશ થાય છે.
23મી જુલાઈએ વરસાદનું જોર ઘટશે પરંતુ આમ છતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે