મહિલાઓના પગના સૌંદર્યને વધારતી પાયલ પહેરવા પાછળ છે રસપ્રદ વૈજ્ઞાનિક કારણ

પાયલ સુંદરતાની સાથે સાથે તે ઘણા સ્વાસ્થ્યવર્ધક લાભો પણ પ્રદાન કરે છે

પગમાં ચાંદીના ઝાંઝર પહેરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે

તેનાથી તમારું મન શાંત રહે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઇ રહે છે.

એક ધાતુના ઘરેણાંઓ ન પહેરવા

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો શરીર પર એક જ ધાતુથી બનેલી જ્વેલરી પહેરવાથી શરીરમાં અમુક તત્વોની માત્રામાં અસંતુલન પેદા થઈ જાય છે.

એવું માનવામાં આવે છે કે પગમાં ચાંદીની પાયલ પહેરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે.

આ કારણે હિંદુ ધર્મમાં ચાંદીની ઝાંઝર પહેરવાની પ્રથા ખૂબ પ્રચલિત છે

પગની સમસ્યાઓ

જો સ્ત્રીઓને પગ સંબંધિત કોઇ સમસ્યાઓ હોય જેમ કે ખાલી ચઢી જવી, સોજો કે દુ:ખાવો થવો તો ચાંદીના ઝાંઝર રાહત આપવાનું કામ કરે છે