અનેક બીમારીઓથી દૂર રાખે છે આ 5 બેસ્ટ ઇમ્યુનિટી બુસ્ટર ટિપ્સ

સામાન્ય કામકાજ માટે આપણને એક સંતુલિત પ્રતિરક્ષા પ્રણાલીની જરૂર હોય છે જેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાય તમારી મદદ કરી શકે છે.

હસવું જરૂરી છે

ખુશ રહેવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ આસાન ઉપાય છે. તેથી દરરોજ હસવું જોઈએ

નિયમિત એક્સરસાઈઝ કરો

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે આપણી લસિકા સિસ્ટમ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે, અને તેની માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે.

પ્રોસેસ ફુડ થી દુર રહો

તેનાથી મેદસ્વિતા, ડાયાબિટીસ તથા હૃદયની બીમારીનું જોખમ વધે છે.તેથી જ તમારે આ પ્રકારના ફૂડ્સથી દૂર રહેવું જોઈએ.

વિટામિન ડી ઉપર ખાસ ધ્યાન આપો

વિટામીન ડી આપણા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે.

સારી ઉંઘ લેવી

દરરોજ લગભગ 8 કલાકની ઊંઘ જરૂરી લેવી જોઈએ, તે તમારા બ્લડપ્રેશર, સુગર અને હોર્મોનલ સ્વાસ્થ્યને નોર્મલ રાખવામાં તમારી મદદ કરે છે.