કેરળનું આશ્ચર્યલોક એટલે તિરુવનંતપુરમ

તિરુવનંતપુરમ શહેર ભગવાની પોતાની ભૂમિની રાજધાની છે. તેને ત્રિવેંદ્રમ કહેવામાં આવે છે,

આ ભારતના દક્ષિણના છેવાડામાં પશ્ચિમી તટ પર સ્થિત છે.

જ્યાં લોકોએ જરૂર જવું જોઇએ અને હાલના દિવસોમાં નેશનલ જ્યોગ્રાફિક ટ્રાવેલરે તેને આ રૂપમાં સુચીબદ્ધ કર્યું છે.

મહાત્મા ગાંધીએ આ સ્થળને ભારતનું સદાબહાર શહેર કહ્યું હતું.

ત્રિવેંદ્રમ ભારતના દસ હરિયાળીવાલા શહેરોમાં આવે છે.

તિરુવનંતપુરમ અનાથનના નામ પરથી છે,

જે હજાર માથા વાળો પ્રસિદ્ધ નાગ છે. જેના પર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે.

શહેરને ત્યાં સ્થિત શ્રી પદ્મનાભ સ્વામી મંદિરમાં વાસ કરનારી મૂર્તિથી પોતાનું નામ મળ્યું છે

શહેર સાત તટીય પર્વતો પર સ્થિત છે, જે હવે એક ભાગદોડવાળુ શહેર બની ગયું છે, પરંતુ તેણે પોતાના અતીતની ચમકને ગુમાવી નથી.

પ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વામી મંદિર પ્રતિદિન અનેક ભક્તોને આકર્ષિત કરે છે.

દર વર્ષ નવરાત્રી મંડપમાં એક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે.

પારંપરિક વાસ્તુકળાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કૂટિર મલિકા જોવાલાયક છે.

ત્રિવેંદ્રમમાં મહાત્મા ગાંધી માર્ગ પર પરંપરાગત શૈલીમાં નિર્મિત સુંદર ભવન છે

આ માર્ગ વિતેલા અને વર્તમાન બન્ને યુગોને સાંકળે છે.

જેને લાલ ટાઇલ અને લાકડીના પારમ્પરિક ભવન અને સીમેન્ટ અને ગિલાસની ગગનચુંબી ઇમારતોના રૂપમાં જોઇ શકાય છે.