ગજબ ફાયદાકારક છે ગુજરાતનાં ગામડાનું આ સ્વાદિષ્ટ ફળ!

ગરમીમાં એક જ મહિનો માર્કેટમાં મળશે આ ફળ એટલે બીજું એકેય નહીં, ગુજરાતનાં અનેક શહેરમાં મળતી રાયણ.

આ ફળ લીમડાના ફળ દેખાવમાં નિંબોળી જેવું લાગે છે.

નિંબોળી ખારી હોય છે જ્યારે રાયણ તો સ્વાદમાં મીઠી અને સ્વાદિષ્ટ હોય છે.

તે ઘણા વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે.

આ સિવાય આ ફળ પ્રોટીન અને ફાઈબરનો પણ ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે, તેથી તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.

લોકો ભગવાનના મંદિરોમાં રાયણના ફળ ચઢાવે છે.

પ્રથમ ફળનો ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં તેનું વેચાણ પણ વધારે હોય છે.

તેને ઠંડા પાણી અને બરફમાં રાખવામાં આવે છે. જેના કારણે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

તેના લોહીને શુદ્ધ કરવાના ગુણોને કારણે, ફેફસાં અને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

તેમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે,

તેથી તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ચહેરા પર ચમક આવે છે.