ઔષધીય ગુણોથી ભરપૂર છે આ ફૂલ,

જે સરળતાથી મળી જાય છે અને તેમાં ઔષધીય ગુણ પણ ભરપૂર હોય છે. આવું જ એક ફૂલ છે જાસુદ.

જાસુદના ફૂલમાં વિટામીન સીની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.

આ ફૂલનું શરબત અને ચા પણ બનાવીને પી શકાય છે. આમ કરવાથી ત્વચા સંબંધિત અનેક રોગમાંથી છુટકારો મળે છે.

જાસુદના ફૂલનો પ્રયોગ ઘાવ ભરવામાં પણ કરવામાં આવે છે.

જાસુદમાં હાજર રહેલા એન્ટીઓક્સીડન્ટ ગુણ અનેક રીતની બીમારીઓમાંથી રાહત અપાવવામાં મદદ કરે છે.

જાસુદની ચા શરદી તેમજ ઉધરસમાં રાહત આપે છે.

જાસુદના ફૂલની હર્બલ ટી પીવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે. જાસુદની ચા સ્વાસ્થ્યવર્ધક હર્બલ ટી છે.

જાસુદના ફૂલને સૂકવીને તેના પાવડરને પિત્ત તેમજ પથરી દૂર કરવા માટે પણ પ્રયોગ કરવામાં આવે છે.

જો ખીલ વધુ માત્રામાં થઈ ગયાં હોય તો જાસુદના ફૂલને પાણીમાં પલાળીને મધ મિક્સ કરી ચહેરા પર લગાવો.