સોનાના આભૂષણોને પણ ટક્કર મારે છે આ ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી

જોતાં જ થઈ જશે પ્રેમ

ગુજરાતમાં સોનાના આભૂષણોના વપરાશનું ચલણ ખૂબ જ વધારે છે.

સોનાના ઘરેણાં ખરીદવા દરેક લોકોને પોષાય તેમ નથી,તેથી ઇમિટેશન જ્વેલરી સારામાં સારો વિકલ્પ છે.

ફોર્મિંગ જવેલરી બનાવવા તાંબાના ઘરેણા બનાવીને

તેના ઉપર એક ગ્રામ સોનાનું ફોર્મિંગ કરવામાં આવે છે

જે સોનાના ઘરેણાં જેવા જ લાગે છે.

બજારમાં ફોર્મિંગ જ્વેલરીને લગતી અવનવી ડિઝાઈન પણ ઉપબલ્ધ છે.

હાલ બજારમાં 4 હજારથી 40 હજાર રૂપિયા સુધીના

1 ગ્રામ સોનાના ફોર્મિંગવાળા આભૂષણો મળી રહ્યા છે

ફોર્મિંગ આભૂષણો જેવા કે, ચેઈન, વીંટી, કડલા, મંગળસૂત્ર,

લક્કી સહિતના ઘરેણા બજારમાં મળી આવે છે. હાલ ફેન્સી તેમજ ગામઠી બંનેે વિકલ્પ બજારમાં મળી રહ્યા છે

આ આભૂષણો કિંમતમાં સસ્તા હોવાથી વધારે જોખમ પણ રહેતું નથી,

ચોરીના ભય વિના આ આભૂષણો ધારણ કરીને મહિલાઓ પ્રસંગોમાં પણ જઈ શકે છે.

જે મહિલાઓને સોનાના ઘરેણા બનાવવા પરવડે તેમ નથી,

તેવી મહિલાઓ વિકલ્પ તરીકે 1 ગ્રામ સોનાના ફોર્મિંગવાળા ઘરેણાની ખરીદી કરે છે. આ ખરીદી બારેમાસ થાય છે.