આ હોમમેડ Body Lotion થી ડ્રાય સ્કિન રૂ જેવી મુલાયમ થઇ જશે,

મોંઘી પ્રોડક્ટ્સને આપે છે ટક્કર

કોકોનટ ઓઇલ બોડી લોશન

ઠંડીમાં ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે નારિયેળ તેલમાંથી બનાવેલુ બોડી લોશન તમને અનેક રીતે ફાયદો પહોંચાડે છે

આ બોડી લોશન બનાવવા માટે

નારિયેળ તેલમાં વિટામીન ઇ કેપ્સુલ અને લીંબુનો રસ મિક્સ કરો. તો તૈયાર છે કોકોનટ બોડી લોશન.

આ બોડી લોશન તમે નિયમિત રીતે લગાવો છો તો સ્કિન મસ્ત થઇ જશે

આ વસ્તુઓ તમને સરળતાથી બજારમાં મળી રહે છે.

એવાકાડો બોડી લોશન

એવાકાડો બોડી લોશન ઠંડીમાં સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે. આ બોડી લોશન બનાવવા માટે એવાકાડોને પીસી લો અને દૂધમાં મિક્સ કરી લો.

ત્યારબાદ આ લોશનને નિયમિત રીતે ત્વચાર પર લગાવો.

આનાથી સ્કિન મસ્ત થઇ જશે. આ બોડી લોશન તમારી સ્કિનને મસ્ત સોફ્ટ કરવાનું કામ કરે છે.

કોકો બટરમાંથી બોડી લોશન બનાવો

ડ્રાય સ્કિનમાંથી છૂટકારો મેળવવા માટે તમે કોકો બટરનો ઉપયોગ કરી શકો છો. આ માટે કોકો બટરમાં નારિયેળ તેલ મિક્સ કરી લો.

આ લોશન તમે દિવસમાં બેથી ત્રણ વાર લગાવી શકો છો

આ લોશનથી સ્કિન મસ્ત સોફ્ટ અને કોમળ થઇ જાય છે.