આ રીતે ઘરે બનાવો ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફ્રેન્ચ ફ્રાઈસ

સામગ્રી : 5થી 6 બટેટા, અડધી મોટી ચમચી મરી પાવડર, અડધી મોટી ચમચી ગરમ મસાલો, તળવા માટે શુદ્ધ ઘી, સિંધવ (નમક), 1 મોટી ચમચી કોર્ન ફ્લોર.

બટેટાને છોલીને તેની લાંબી લાંબી સ્લાઈસ તૈયાર કરો.

આ સ્લાઈસને અડધો કલાક સુધી બરફ વાળા ઠંડા પાણીમાં રહેવા દો. ત્યાર પછી આ બટેટાને નીચોવીને પાણીમાંથી કાઢી લો

સૂકાઈ ગયેલા બટેટા પર કોર્ન ફ્લોર છાંટી દો

કડાઈમાં ઘી નાંખીને મોટા ગેસ પર ગરમ થવા મૂકી દો. ઘી ગરમ થઈ જાય તો તેમાં એક મુઠ્ઠી બટેટાના ટુકડા નાંખીને ડીપ ફ્રાય કરો.

આ રીતે એક પછી એક બધી જ ફ્રાઈસ તળી લો.

જો તમે ફ્રાઈસને વધારે પડતી ક્રિસ્પી બનાવવા માંગતા હોવ તો તેને બીજી વાર ઘીમાં નાંખી ડીપ ફ્રાય કરો

એક મોટી પ્લેટમાં ફ્રેન્ચ ફ્રાઈસ રાખો

અને તેના પર મરી પાવડર, આમચૂર અને ગરમ મસાલા છાંટી તથા સિંધવ લૂણ છાંટી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.

આ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસને લીલી ચટણી

અથવા તો ચા સાથે ખાવ, જલસો પડી જશે.