આવી રીતે બનાવો લસણની ચટણી

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લસણની ચટણી ખુબ ખવાય છે.

સામગ્રી: 1 નાની ચમચી તેલ 18-20 લસણની કળી 3/4 કપ કોપરાનું છીણ 3-4 આખા લાલ મરચાં

નાની ચમચી તેલ 1/2 નાની ચમચી સાઈટ્રિક એસિડ એક ચપટી ખાંડનો પાવડર એક ચપટી નમક 1 નાની ચમચી લાલ મરચાંનો પાવડર 1 નાની ચમચી ધાણા પાવડર

એક પેનમાં તેલ નાખીને મીડિયમ આંચ પર ગરમ કરો.

તેલ થોડું ગરમ થઈ જાય ત્યારે તેમાં લસણની કળીઓ નાખીને સુગંધ આવે ત્યાં સુધીને શેકાવા દો. પછી એક પ્લેટમાં કાઢી લો.

ત્યારપછી આ જ પેનમાં કોપરાનું છીણ નાખીને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરો અને નીકાળી લો.

બ્લેન્ડર જારમાં નાળિયેર, લસણની કળીઓ, આખા લાલ મરચાં નાખીને કરકરું પીસી લો.

બ્લેન્ડર જારમાં જ તલ, સાઈટ્રિક એસિડ, મીઠું, ખાંડ,

લાલ મરચાનો પાવડર અને ધાણાં પાવડર નાખીને એક ચક્કર વધુ ફેરવી લો, જેથી સારી રીતે મિક્સ થઈ જાય.

તમારી લસણની ચટણી તૈયાર છે, તેને એરટાઈટ ડબ્બામાં મુકી દો.

જ્યારે પણ પરોઠા કે રોટલી ખાઓ ત્યારે સાથે આ ચટણી ખાઈ શકો છો.