આવી રીતે ઘરે જ બનાવો શુદ્ધ ગુલાબજળ

ગુલાબ જળનો ઉપયોગ મોટા ભાગે ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે

ગુલાબ જળ બનાવવાની રીત

ગુલાબ જળને બનાવવા માટે તમારી પાસે 8 થી 9 પાંદડી ગુલાબની અને ઉકાળેલું પાણી હોવું જરૂરી છે.

હવે તમે ગુલાબની પાંદડીને સરખી રીતે સાફ કરી લો.

તેના માટે તમે ગરમ પાણીની મદદ લઈ શકો છો. જેનાથી પાંદડી પર રહેલા બેક્ટેરિયા દૂર થઈ જાય છે.

હવે એક મોટા વાસણમાં ઉકાળેલું પાણી મૂકો અને તેમાં ગુલાબની પાંદડીઓને ડૂબાડો.

હવે તે મોટા વાસણને ઢાંકી દો અને ગેસ ધીમો કરી લો

થોડા સમય પછી તમે જોઈ શકો છો કે ગુલાબની પાંદડીઓનો રંગ પાણી સાથે ભળવા લાગ્યો છે.

થોડા સમય પછી ગેસ બંધ કરી દો અને પાણીને ગળી લેવું. ગુલાબ જળ બની જશે.