આ છે ભારતનું એક એવું મંદિર જેનો એક પણ થાંભલો જમીનને નથી સ્પર્શતો

આ મંદિર દક્ષિણ આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં આવેલું છે.

આ મંદિરને 'હેંગિંગ પિલર ટેમ્પલ' પણ કહેવાય છે.

આ મંદિર કુલ 70 સ્તંભો પર ઊભેલું છે જેમાંથી એક પણ થાંભલો જમીનને નથી સ્પર્શ કરતો.

આ મંદિરનાં થાંભલાઓ જમીન સાથે જોડાયેલા નથી અને રહસ્યમય રીતે હવામાં લટકેલા છે.

એવું માનવામાં આવે છે કે અહીં લટકેલા સ્તંભોની નીચેથી એક કપડું પસાર કરતાં પરિવારમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ આવે છે.

આ થાંભલા જમીનથી લગભગ અડધો ઈંચ ઉપર જોવા મળે છે.

આ મંદિરનો સીધો જ સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. આ મંદિર વીરભદ્રને સમર્પિત છે.

વીરભદ્ર દક્ષ યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવેલા ભગવાન શિવનું એક ક્રૂર સ્વરૂપ છે

આ ઉપરાંત ભગવાન શિવનાં કંકાલમૂર્તિ, દઅર્દ્ધનારીશ્વર, ક્ષિણમૂર્તિ અને ત્રિપુરારેશ્વર પણ અહીં દર્શનીય છે

આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું

અને આ સમગ્ર મંદિર માત્ર એક જ પથ્થરની જ સંરચના છે.