અદભુત અને અનન્ય છે ગુજરાત નુ આ નવલખા મંદિર

નવલખા મંદિર ભારતના ગુજરાતના ઘુમલી ખાતે જેઠવા શાસકો દ્વારા બાંધવામાં આવેલ ૧૨મી સદીનું મંદિર છે

નવલખા મંદિર નવ લાખના ખર્ચે બાંધવામાં આવ્યું તેથી તેનું નામ નવલખા પડ્યું છે.

તે તેના સ્થાપત્ય અને આંતરિક શિલ્પોમાં સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરની બરોબરી કરે છે.

મુખ્ય મંદિરની બહાર એક ગણેશ મંદિર છે

જે ઘુમલી ગણેશ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર ૧૦મી સદીમાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.[

ભારતના પુરાતત્ત્વીય વિભાગ વડે મંદિરના પુર્નઉદ્ધારનું કામ હાથમાં લેવાયું છે.

આ સ્થળને પર્યટન અને ઐતિહાસિક મહત્વના સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે.

આ મંદિર મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલીમાં (અથવા સોલંકી શૈલી) બાંધવામાં આવ્યું છે

જે હાથીઓના એક બીજામાં ઘૂસેલા ત્રણ દાંતના શિલ્પ પરથી જણાય છે અને તેને સોલંકી શૈલીના સ્થાપત્યનો ઉચ્ચ મધ્યાહ્ન માનવામાં આવે છે.