આ રામકુંડ એક પ્રકારનો જળસ્રોત છે અને 300 વર્ષથી વધુ પ્રાચીન હોવાના સંદર્ભો સાંપડે છે.

આ રામકુંડના ઉપરની ઇશાને પાળી પર શ્રી કંઠેશ્વર મહાદેવનું મંદિર છે.

રામકુંડની ચારેય બાજુ દિવાલોમાં દિવાઓ મુકવા માટે સુંદર કલાત્મક ગોખલાઓ ઘડેલા છે.

જેમાં તહેવાર પ્રસંગોએ દિવાઓ પ્રગટાવતા આખો રામકુંડ રોશનીથી ઝળહળી ઊઠે અને શોભી ઊઠે.

રામકુંડના મથાળે 56×56ની સળંગ ત્રણેક ફૂટ પહોળી પ્રદક્ષિણા માટેની પાળ છે

અને આમ, ઉપરનો ઘેરાવો 3136 ચો.ફૂટ છે.

બાજુથી ઉપરથી નીચે તરફ ઉતરવાના 3 સ્તરમાં બંને બાજુ 16થી 17 પગથીયાઓ છે.

આમ 3 માળ જેટલી ઊંડાઈ સુધી ઉતરવા માટે 3 તબક્કામાં પગથીયાઓ છે.

રામકુંડની રચના ભુજના હમીરસર તળાવની આવનાર વહેણ પર છે.

રામકુંડની ખાસ જાણવા જેવી હકીકત એ છે કે, હમીરસર તળાવના પાણીની સપાટી મુજબ રામકુંડમાં પાણીની સપાટી રહે છે.