કૃષ્ણ અને રાધાના પ્રેમનું પ્રતિક છે આ મંદિર, જાણો તેની ખાસિયતો

વૃંદાવનનું પ્રેમ મંદિર, જેને ભગવાન કૃષ્ણનું રમત (ક્રિડા) સ્થળ કહેવામાં આવે છે, તેને 'પ્રેમ'નું પ્રતિક માનવામાં આવે છે.

કૃપાલુ મહારાજ ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત હતા અને તેમણે પ્રેમ મંદિર પણ બંધાવ્યું હતું

જે ભગવાન કૃષ્ણના પ્રેમનું પ્રતીક કહેવાય છે. દરરોજ હજારો ભક્તો અહીં દર્શન માટે આવે છે.

મંદિર પરિસરમાં રાધા કૃષ્ણની લીલાઓને શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવી છે

આ સાથે મંદિરના પ્રાંગણમાં આકૃતિઓ દ્વારા કૃષ્ણ લીલાનું પણ મંચન કરવામાં આવ્યું છે

પ્રેમ મંદિરનું નિર્માણ 2001 માં શરૂ થયું હતું અને મંદિર 2012 માં પૂર્ણ થયું હતું.

મંદિરને બનાવવામાં લગભગ 11 વર્ષનો સમય લાગ્યો છે અને મંદિરના નિર્માણમાં ઇટાલિયન પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાત્રે ચમકતી રંગબેરંગી લાઈટો ભક્તોને વધુ આકર્ષિત કરે છે.

મંદિરની લાઈટો પણ દર 30 સેકન્ડે પોતાનો રંગ બદલે છે. મંદિરમાં એક વિશાળ ઝુમ્મર પણ દેખાય છે અને ભક્તો આ ઝુમ્મર પરથી નજર હટાવી શકતા નથી.