આ ભવાની માતાનું મંદિર શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રેમનું સાક્ષી,

સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર આવેલું છે.

વાર તહેવારે અહીં દૂરદૂરથી ભક્તો દર્શન કરવા આવે છે,

ગુજરાત માટે એક મહત્વનું પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. નજીકમાં દરિયાકાંઠો હોવાથી સહેલાણીઓ અહીં ઉમટી પડે છે.

કેવો છે આ મંદિર પાછળનો ઇતિહાસ ?

લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે. તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું. કુંદનપુરના રાજા ભીષ્મક હતા.

તેમને સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી હતી.

જેમાં મોટા પુત્રનું નામ રુકમય અને પુત્રીનું નામ રુકમણી હતું. રુકમણીજીના વિવાહ તેમના ભાઈએ તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા.

રુકમણીજીને પસંદ ન હોય, તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે, એટલે હે નાથ તમે ભવાની માતાના મંદિરે આવી મારુ હરણ કરી તમારી સાથે લઈ જાવ.

આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે

અને રુકમણીજીને તેમની દ્વારકા લઈ જઈ ત્યાં વિવાહ કરી લે છે.

આમ ભવાની માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રેમનું પ્રતિક ગણાય છે

અને આ પ્રસંગના પૂરાવા રૂપે અવશેષો મંદિર પરિસરમાં આજે પણ મૌજૂદ છે.