ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે ગુજરાતનું આ મંદિર

આ મંદિર ગુજરાતના ભરુચ જિલ્લામાં અરબ સાગરમાં સ્થિત છે

મંદિર અદ્રશ્ય કેમ થાય છે?

સમુદ્રમાં જ્યારે ભરતી આવે છે ત્યારે સમગ્ર મંદિર જળમગ્ન થઈ જાય છે. અને થોડી વાર પછી ફરી મંદિર દ્રશ્યમાન થાય છે.

આ પ્રક્રિયાથી એવું લાગે છેકે જાણે સમુદ્ર દેવ ખુદ મંદિરનો જળાભિષેક કરવા આવ્યા હોય.

મંદિરમાં રહેલ શિવલિંગની ઉંચાઈ 4 ફૂટ છે. જ્યારે તેનો વ્યાસ 2 ફૂટ છે. આ મંદિરમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે.

આ મદિર ગુપ્ત તીર્થ તથા સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે.

કહેવામાં આવે છે કે, આ મંદિર કોઈના પ્રાયશ્ચિતનું પરિણામ છે,જેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળે છે. આ જ કારણે તે ગાયબ થઈ જાય છે.

ગુજરાતનું આ ખાસ મંદિર છે, જે પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે.

મહીસંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે.