થોળ પક્ષી અભયારણ્ય થોળ ગામ નજીક આવેલું તળાવ

ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે.

શિયાળાની ઋતુ દરમ્યાન દેશ અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે,

જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે.

થોળ તળાવ થોળ ગામ નજીક આવેલું કૃત્રિમ તળાવ છે.

તે સિંચાઇ માટે ૧૯૧૨માં બનાવવામાં આવ્યું હતું. તે મીઠા પાણીનું તળાવ છે.

૧૯૮૮માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું

જેમાં ૧૫૦ જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં ૬૦ ટકા પાણીના પક્ષીઓ છે.

ઘણાં સ્થળાંતર કરતાં પક્ષીઓ અહીં આવીને માળો બનાવીને ઇંડા મૂકી છે

સુરખાબ અને સારસ એ આ પક્ષીઓમાં મુખ્ય અને મહત્વના છે

થોળ તળાવનો કુલ વિસ્તાર ૧૫,૫૦૦ હેક્ટર (૩૮,૦૦૦ એકર) છે

તળાવ મહેસાણા જિલ્લાના અંશત: સૂકાં વિસ્તારમાં આવેલું છે

આ તળાવનું બાંધકામ ૧૯૧૨માં ગાયકવાડ શાસન વડે સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે થયું હતું

હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઇ એમ બંને વિભાગો હેઠળ થાય છે.