આજે દેશભરમાં હર્ષોઉલ્લાસ સાથે દિવાળીની ઉજવણી,

આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર, 2023ના રોજ ઉજવવામાં આવશે

દિવાળી એ પ્રકાશનો તહેવાર છે

જે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા તેની યાદમાં ઉજવવામાં આવે છે.

દિવાળીના દિવસે ભક્તો ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની પૂજા કરે છે

અને આ તહેવાર પર સ્વચ્છતાનું ખૂબ મહત્વ હોવાથી દિવાળી પહેલાં લોકો પોતાના ઘરો, ઓફિસો, વેરહાઉસ અને ફેક્ટરીઓની સફાઈ કરે છે.

દિવાળીના દિવસે ઘરો અને ઓફિસોને દીવાઓ અને લાઈટિંગથી પ્રકાશિત કરી

અને ભગવાનની પૂજા કરીને વિવિધ વાનગીઓ અને અને મીઠાઈનો આનંદ માણે છે.

આખા વર્ષમાં સૌથી વધુ રાહ જોવાતો તહેવારોમાંનો

એક દિવાળીનો તહેવાર કુલ 5 દિવસ સુધી ઉજવાય છે,

આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીત અને ખરાબ પર સારાનું પ્રતીક છે.

આ દિવસે ધનની દેવી માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કોઈપણ ભારતીય તહેવાર મીઠાઈ અને વાનગીઓ વિના અધૂરો છે

અને દિવાળીના દિવસે પણ ભારતીયો હોંશેહોંશે વાનગીઓ આરોગે છે.

આ દિવસે દેવતાઓને ભોગ ધરાવવામાં આવે છે

ચોખા, દૂધ, ખાંડ, એલચી અને બદામથી બનેલી ખીર પૌષ્ટિક મીઠાઈ છે, જે ભગવાનને અતિપ્રિય છે.