આજે 15 ઓગસ્ટ 2023 છે.

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ છે

આજના દિવસ વર્ષ 1947માં ભારતે બ્રિટિશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી

1947ના રોજ બ્રિટિશ અંગ્રેજોની લગભગ 150 વર્ષની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી

આ રાષ્ટ્રીય તહેવાર ભારતના ગૌરવનું પ્રતિક છે.

દર વર્ષે 15 ઓગસ્ટે સરકારી ઈમારતો પર ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે અને રોશની કરવામાં આવે છે

ભારતના વડાપ્રધાન સવારે 7 વાગે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધન કરે છે.

દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે

ભારતીય રાષ્ટ્રગીત, " જન ગણ મન " ગવાય છે.

પરેડ અને તસ્વીરો સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાના દ્રશ્યો દર્શાવે છે.

શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે

દેશ પ્રત્યેની નિષ્ઠાના પ્રતીક માટે વિવિધ કદના રાષ્ટ્રધ્વજનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે.