આજે 'કાળી ચૌદશ', જાણો પૂજાનો સમય, મહત્વ

આજે કાળી ચૌદશનો પર્વ છે જેને ભૂત ચતુર્દશીના નામથી પણ ઓળખવામાં આવે છે.

કાળી ચૌદશનુ મહત્વ

કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે પૂજા કરવાથી બધી ખરાબ આત્માઓથી છૂટકારો મળી જાય છે.

કાળી ચૌદશને તાંત્રિક અને

અઘોરીઓ માટે તપસ્યા અને તેમના વિશિષ્ટ અનુષ્ઠાનો માટે આદર્શ દિવસ માનવામાં આવે છે.

મા કાળી દરેક રીતે પોતાના ભક્તોની રક્ષા કરે છે

અને તેમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

કાળી ચૌદશના અનુષ્ઠાન સ્મશાનમાં જઈને કરવામાં આવે છે

અને પૂજા અંધારામાં અને એકાંતમાં કરવામાં આવે છે.

એવુ માનવામાં આવે છે કે કાળી ચૌદશની રાતે ખરાબ આત્માઓ ખૂબ શક્તિશાળી હોય છે

માટે ખરાબ આત્માઓથી બચવા અને સામનો કરવાની શક્તિ મેળવવા માટે મા કાળીની પૂજા કરવામાં આવે છે.

દેવ કાલીને સમર્પિત આ તહેવાર

પશ્ચિમી રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મનાવવામાં આવે છે.

કાળી ચૌદશ ચંદ્ર કેલેન્ડરના કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ મનાવવામાં આવે છે

. મા કાળીનુ રૂપ ભલે વિકરાળ હોય પરંતુ તે પોતાના ભક્તોને ખૂબ પ્રેમ કરે છે